Share this:
BREAKING! અમરેલી જીલ્લાના મેડિકલ સ્ટોર સંચાલકોએ સ્વૈચ્છીક બંધ કયુૅ Paracetamolનુ વેચાણ/તંત્રની ગાઈડ લાઈન મુજબ લીધો નિણૅય.
અમરેલી, 6/7/20
ANO ન્યુજ
કોરોના વૈશ્વિક મહામારીને ધ્યાને લઈ અમરેલી જીલ્લામા કોવિડ 19 વધી રહેલા પોઝિટીવ કેસો અને લક્ષણો ધરાવતા દદીૅની યાદી ધરાવતુ રજીસ્ટર નિભાવવુ તેવુ જીલ્લા તંત્રના આદેશ મુજબ અમરેલી જીલ્લાના રિટેઈલ મેડિકલ સ્ટોર પરથી સંચાલકોએ તંત્રના આદેશને ફોલો કરી ડૉક્ટરના ચિઠ્ઠી વગર ઓન કાઉન્ટર પારાસિટામોલ ગોળીનુ સ્વૈચ્છીક રીતે વેચાણ બંધ કયુૅ છે.
રિટેઈલ મેડીકલ સ્ટોર પરથી કોઈ દદીૅ અગર પારાસિટામોલ માંગેતો હવે મેડિકલ સ્ટોર પરથી મળશે નહી, મળશે તો માત્ર ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન ઉપર અને તેની પણ નોંધ કરી ફુડ એન્ડ ડ્રગ કન્ટ્રોલ અમરેલી અથવા તાલુકા આરોગ્ય અધિકારી ને જાણ કરવાની રહેશે.
આદેશ અનુસાર શહેર કે ગ્રામ્ય વિસ્તારોના મેડીકલ સંચાલકોએ સ્વૈચ્છિક રીતે જ પારાસિટામોલ ટેબ્લેટનુ ઓન કાઉન્ટર વેચાણ બંધ કરી તંત્રને સહયોગ આપવા તૈયારી બતાવી ઉપરોક્ત નિણૅય લીધેલ.
