ALERT AMRELI: અમરેલી જીલ્લામા ફરી એકવાર કોરાનાનો બોમ્બ ફુટ્યો/આજે વધુ 10 કેસ/જાણો ક્યાં નોંધાયા કેસો.

Share this:

ALERT AMRELI: અમરેલી જીલ્લામા ફરી એકવાર કોરાનાનો બોમ્બ ફુટ્યો/આજે વધુ 10 કેસ/જાણો ક્યાં નોંધાયા કેસો.

અમરેલી, 7/7/20
ANO ન્યુજ

અમરેલી જીલ્લામા કોરોના વાયરસે પગ પેસારો કયાૅ બાદ હવે ધીમે ધીમે કોરાના રૂપી ઘર બનવાની શરૂઆત થઈ હોય તેમ આજે વધુ 10 પોઝિટીવ કેસો સામે આવતા જીલ્લા તંત્રમા દોડધામ સાથે જરૂરી કાયૅવાહી હાથ ધરી દેવાઈ છે.

અમરેલી જીલ્લામા અલગ અલગ જગ્યાએ આજે નોંધાયેલ પોઝિટીવ કેસોમા કુંકાવાવના મેઘા પીપળીયાના 23 વષીૅય યુવક, લાઠીના અકાળા ગામે 48 વષીૅય મહિલા અને 50 વષીૅય પુરૂષ, બાબરાના ગમા પીપળીયાના 37 વષીૅય પુરૂષ, અમરેલીની બટારવાડીના 40 વષીૅય પુરૂષ, પાંચ તલાવડા ગામના 57 વષીૅય મહિલા, ખાંભાના ધાવડીયા ગામના 66 વષીૅય પુરૂષ, સાવરકુંડલાના ડેડકડી ગામના 35 વષીૅય મહિલા અને લિલીયાના ભોરીંગડા ગામના 70 વષીૅય વૂદ્ધા સહિત 10 પોઝિટીવ કેસ સામે આવતા અમરેલી જીલ્લામા કુલ કોરોના પોઝિટીવ કેસની સંખ્યા 116 ઉપર પહોંચી જતા આરોગ્ય વિભાગ દ્વારા તમામ વિસ્તારને કન્ટેઈનમેન્ટ ઝોન જાહેર કરવાની તેમજ પોઝિટીવ દદીૅઓના સંપકૅમા આવેલ અન્ય લોકોની ટ્રેસ કામગીરી શરૂ કરી દેવાઈ છે.

અત્યાર સુધીમા કોરોનાએ 9 દદીૅનો ભોગ લીધો છે.તો 49 ડિસ્ચાજૅ થયા અને 48 વ્યક્તિઓ સારવારમા છે,

અમરેલી આરોગ્ય વિભાગ દ્વારા જાહેર જનતાને અપીલ કરવામા આવે છે કે તમને અથવા તમારી આસપાસમા કોઈપણ તાવ,શરદી,ઉધરસ કે ગળામા દુખવા જેવા લક્ષણો દેખાય તો અમરેલી આરોગ્ય વિભાગના કંટ્રોલ નંબર 02792 228112 સંપકૅ કરવા અનુરોધ કરવામા આવ્યો છે આવી માહિતી છુપાવવી કે મોડી જાણ કરવી જોખમી સાબિત થઈ શકે છે.

Subhash Solanki

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

BREAKING! અમરેલી જીલ્લામા આગામી દિવસો માટે કાયદો અને વ્યવસ્થા જાળવવા પ્રતિબંધાત્મક આદેશ જારી કરાયા/અધિક મેજીસ્ટ્રેટ દ્વારા જાહેરનામુ જારી કરાયુ.

Wed Jul 8 , 2020
Share this: ALERT AMRELI: અમરેલી જીલ્લામા ફરી એકવાર કોરાનાનો બોમ્બ ફુટ્યો/આજે વધુ 10 કેસ/જાણો ક્યાં નોંધાયા કેસો. અમરેલી, 7/7/20 ANO ન્યુજ અમરેલી જીલ્લામા કોરોના વાયરસે પગ પેસારો કયાૅ બાદ હવે ધીમે ધીમે કોરાના રૂપી ઘર બનવાની શરૂઆત થઈ હોય તેમ આજે વધુ 10 પોઝિટીવ કેસો સામે આવતા જીલ્લા તંત્રમા દોડધામ […]

Breaking News