ગુજરાતમાં નવા 7 ટ્રેઈની પ્રોબેશનલ IPS ગુજરાતી ભાષા શીખશે/રીતભાત , બોલવાની અને સમજવાની કરાઈ ખાતે તાલીમ લેશે.

Share this:

ગુજરાતમાં નવા 7 ટ્રેઈની પ્રોબેશનલ IPS ગુજરાતી ભાષા શીખશે/રીતભાત , બોલવાની અને સમજવાની કરાઈ ખાતે તાલીમ લેશે.

અમરેલી,24/7/20
ANO ન્યુજ

આ IPS અધિકારીઓએ UPSC પાસ કર્યા બાદ મેરિટમાં IPS રેન્ક મળવાના કારણે તેમને ગુજરાત ઉપર પંસદગી ઉતારી.

UPSC પાસ કરીને ગુજરાતમાં પોસ્ટિગ મેળવનારા સાત IPS અધિકારીઓની ગુજરાતી ભાષા શિખવવા માટેની તાલીમ ગાંધીનગર પાસે આવેલા કરાઈ પોલીસ એકેડેમીમાં શરુ કરવામાં આવી છે. આ તાલીમ દરમિયાન નવા ટ્રેઈની પ્રોબેશનલ IPS અધિકારીઓને ગુજરાતી ભાષા ઉપરાંત,ગુજરાતી રીતભાત અને પોલીસના કાયદાઓની તાલીમ આપવામાં આવશે.
કેન્દ્ર સરકારે ગુજરાત સરકારને વધુ સાત IPS અધિકારીઓની ફાળવણી કરી છે. આ IPS અધિકારીઓએ UPSC પાસ કર્યા બાદ મેરિટમાં IPS રેન્ક મળવાના કારણે તેમને ગુજરાત ઉપર પંસદગી ઉતારી હતી. આ અધિકારીઓને ગુજરાતની 2019ની બેચ ફાળવવામાં આવી છે. રાજયના ગૃહ વિભાગે સાત ટ્રેનિ પ્રોબેશનલ IPS અધિકારીઓની રાજયના અલગ અલગ જિલ્લાઓમાં નિમણૂક પણ કરી છે. જેમાં અતુન બંસલને ભરુચ,અભિષેક ગૃપ્તા,જગદીશ બંગારવા અને જંગમ કુલદીપને અમદાવાદ ગ્રામ્ય,પાલસે સમાને ખેડા જિલ્લો,વિજય સિંહ ગુરજરને ભાવનગર જિલ્લો અને વિશાખા ડબરલને જુનાગઢ જિલ્લામાં પોસ્ટિંગ આપવામાં આવ્યું છે.

હાલ આ સાત ટ્રેઈની પ્રોબેશનલ IPS અધિકારીઓની કરાઈ પોલીસ એકેડેમીમાં ત્રણ મહિનાની તાલીમ ચાલી રહી છે. જેમાં ગુજરાતી ભાષાની તાલીમ આ અધિકારીઓને સૌ પ્રથમ આપવામાં આવશે. આ

અધિકારીઓની તાલીમ પુરી થયા બાદ તેમને જિલ્લાઓમાં પ્રોબેશનલ પિરિયડ શરુ થશે, ત્યારે ગુજરાતી ભાષાનું ક્ષાન નહીં હોય તો તેમને જ તકલીફ પડશે. આ કારણોથી જ રાજયનું ગૃહ વિભાગ UPSC પાસ કરીને આવેલા IPS અધિકારીઓને ગુજરાતી ભાષા શિખવવા માટે ખાસ તાલીમ વર્ગનું આયોજન કરે છે અને આ અધિકારીઓને ગુજરાતી ભાષા બોલવાની અને સમજવાની તાલીમ આપવામાં આવે છે. જેનાથી તેઓ ફિલ્ડમાં આવે ત્યારે ગુજરાતી ભાષામાં સરળતાથી વાત કરી શકે.

Subhash Solanki

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

AMRELI: સા.કુંડલાના મામલતદારશ્રી પરમારને રેશનીંગ એસોસિએશન દ્વારા અપાઈ વિદાય/પ્રમુખ ભઈલુભાઈ ખુમાણે પ્રતિમા અપૅણ કરી.

Fri Jul 24 , 2020
Share this: ગુજરાતમાં નવા 7 ટ્રેઈની પ્રોબેશનલ IPS ગુજરાતી ભાષા શીખશે/રીતભાત , બોલવાની અને સમજવાની કરાઈ ખાતે તાલીમ લેશે. અમરેલી,24/7/20 ANO ન્યુજ આ IPS અધિકારીઓએ UPSC પાસ કર્યા બાદ મેરિટમાં IPS રેન્ક મળવાના કારણે તેમને ગુજરાત ઉપર પંસદગી ઉતારી. UPSC પાસ કરીને ગુજરાતમાં પોસ્ટિગ મેળવનારા સાત IPS અધિકારીઓની ગુજરાતી ભાષા […]

You May Like

Breaking News