AMRELI:અમરેલી શહેરમા 6 દિવસ બાદ આજથી હેલ્થકાડૅ સાથે બંધ દુકાનો શરૂ/તંત્રના નિયમ મુજબ 14 દિવસે હેલ્થ ચેકઅપ ફરજીયાત.

Share this:

AMRELI:અમરેલી શહેરમા 6 દિવસ બાદ આજથી હેલ્થકાડૅ સાથે બંધ દુકાનો શરૂ/તંત્રના નિયમ મુજબ 14 દિવસે હેલ્થ ચેકઅપ ફરજીયાત.

અમરેલી,26/7/20
ANO ન્યુજ

અમરેલીમાં 6 દિવસ બાદ આજથી હેલ્થ કાર્ડ સાથે બંધ તમામ દુકાનો ખુલશે, વેપારીઓએ દર 14 દિવસે હેલ્થ ચેકઅપ કરાવીને કાર્ડ મેળવી લેવું ફરજિયાત બન્યુ.

અમરેલી શહેરમાં કલેક્ટરના જાહેરનામાના થી ચા પાન માવા ની દુકાનો છ દિવસ સુધી બંધ રહ્યા બાદ હેલ્થ કાર્ડ સાથે આજથી દુકાનો ખોલી શકાશે, ચા અને પાન માવાના રસીકોને દુકાન ખોલવા થી રાહત થશે, અમરેલીમા કોરોનાની મહામારી સતત ફેલાઈ રહી હોવાથી અમરેલી કલેક્ટર દ્વારા જાહેરનામું બહાર પાડીને દુકાનો 25મી સુધી બંધ રાખવા તેમજ આ તમામ વેપારીઓ અને લારી ધારકોએ દુકાન ખોલવા માટે આરોગ્ય વિભાગ પાસેથી ફરજિયાત હેલ્થ કાર્ડ મેળવી લેવા અને દર 14 દિવસે તેને રીન્યુ કરવા માટે આદેશ કરવામાં આવ્યો હતો.આ ઉપરાંત શાકભાજી અને ફળના વિક્રેતા, બ્યુટી પાર્લર અને હેર કટીંગ સલૂન વગેરે ને પણ હેલ્થ કાર્ડ મેળવી લેવાનો આદેશ કરવામાં આવ્યો છે, જાહેરનામાં બાદ અમરેલી જિલ્લા પંચાયત ખાતે હેલ્થ કાર્ડ કાઢી આપવાની કામગીરી શરૂ કરવામાં આવી છે અને દરેક તારીખે અલગ-અલગ ધંધાના પ્રકાર મુજબ વેપારીઓને બોલાવવામાં આવ્યા હતા, હવે હેલ્થ કાર્ડ સાથે આજે રવિવાર થી બંધ દુકાનો ખોલી શકાશે, પાન માવા અને ચાની દુકાનો બંધ રહેવાથી બંધાણીઓને સમસ્યામાં વધારો થયો હતો તેઓ પણ હવે આજથી રાહતનો અનુભવ કરી શકશે…આ અંગે અમરેલી વેપારી મહામંડળના પ્રમુખ સંજયભાઈ વણઝારા જણાવ્યું કે અમરેલી શહેરમાં 2500 જેટલા હેલ્થ કાર્ડ નીકળી ગયા છે અને કામગીરી યોગ્ય રીતે વેપારી સંગઠનો અને અધિકારીઓના સંકલનથી ચાલી રહી છે આજે રવિવારથી તમામ દુકાનો ખુલશે.

Subhash Solanki

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

26 જુલાઈ, કારગીલમા પાક.પર વિજય મેળવ્યાને 21 વષૅ પૂણૅ/563 શહિદ જવાનો અને 1363 ઈજાગ્રસ્ત જવાનોને AMRELI NEWS ONLINEના નમન.

Sun Jul 26 , 2020
Share this: AMRELI:અમરેલી શહેરમા 6 દિવસ બાદ આજથી હેલ્થકાડૅ સાથે બંધ દુકાનો શરૂ/તંત્રના નિયમ મુજબ 14 દિવસે હેલ્થ ચેકઅપ ફરજીયાત. અમરેલી,26/7/20 ANO ન્યુજ અમરેલીમાં 6 દિવસ બાદ આજથી હેલ્થ કાર્ડ સાથે બંધ તમામ દુકાનો ખુલશે, વેપારીઓએ દર 14 દિવસે હેલ્થ ચેકઅપ કરાવીને કાર્ડ મેળવી લેવું ફરજિયાત બન્યુ. અમરેલી શહેરમાં કલેક્ટરના […]

You May Like

Breaking News