CRIME: અમરેલી SOG ટીમે રાજુલાના વાવેરા ગામેથી 35 હજારના વિદેશી શરાબના જથ્થા સાથે એક શખ્સને ઝડપી પાડ્યો.

Share this:

CRIME: અમરેલી SOG ટીમે રાજુલાના વાવેરા ગામેથી 35 હજારના વિદેશી શરાબના જથ્થા સાથે એક શખ્સને ઝડપી પાડ્યો.

અમરેલી,27/7/20
ANO ન્યુજ

રાજુલા પો.સ્ટે.,વિસ્તારનાં વાવેરા ગામેથી ભારતીય બનાવટનાં વિદેશી દારૂની હેરા-ફેરી કરતા કુલ કિ.રૂા.૩૫,૧૫૦/- ના મુદ્દામાલ સાથે એક ઇસમને ઝડપી પાડતી અમરેલી એસ.ઓ.જી.ટીમ

અમરેલી પોલીસ અધિક્ષકશ્રી નિર્લિપ્‍ત રાય સાહેબ* દ્વારા અમરેલી જીલ્લામાં પ્રોહી–જુગાર જેવી અસામાજીક પ્રવૃત્તિ નેસ્તનાબુદ કરવા સતત પ્રયત્નશીલ રહેલ હોય, અને અમરેલી જીલ્‍લામાંથી દારૂની બદી સદંતર દુર કરવા અને પ્રોહિબીશન લગત પ્રવૃતિ કરતાં ઇસમો ઉપર વોચ ગોઠવી, તેમના ઉપર સફળ રેઇડો કરી કડક કાર્યવાહી કરવા જરૂરી સુચનાં અને માર્ગદર્શન આપેલ હોય, જે અન્વયે એસ.ઓ.જી. અમરેલીના પો.સ.ઈ., એમ.એ.મોરી તથા એસ.ઓ.જી.ટીમ રાજુલા પો.સ્ટે, વિસ્તારમાં એ.ટી.એસ., કામગીરી અર્થે પેટ્રોલીંગમાં હતા દરમિયાન ચોક્કસ અને આઘારભુત બાતમી રાહે હકિકત મળેલ કે, ઘાંડલા થી વાવેરા તરફ જતા રોડ ઉપર છગનભાઇ હડીયાની વાડી પર પહોંચતા તે દરમિયાન વાવેરા તરફથી એક ઈસમ બાતમી વર્ણન વાળુ મોટર સાયકલ લઇ નિકળતા તેને રોકી મો.સા.નાં આગળના ભાગે રાખેલ પ્લાસ્ટીકના બાંચકુ ચેક કરતા ભારતીય બનાવટના ઇગ્લીશ દારૂની હેરા-ફેરી કરતા અને સગે-વગે કરવાની પેરવીમાં હોય, જે અન્વયે રેઈડ કરતા ભારતીય બનાવટનાં વિદેશી દારૂનાં જથ્થા સાથે એક ઈસમને પકડી પાડવામાં સફળતા મળેલ છે.

પકડાયેલ આરોપી*ઃ-
1⃣ ચંદ્રેશભાઇ ઉર્ફે સંજય વલ્લભભાઇ કોટડીયા, ઉવ.-૨૦, ઘંઘો-મજુરી રહે.વાવેરા શિવ-મંદિર પાસે, તા.રાજુલા, જી.અમરેલી.

પકડવાનો બાકી રહેલ ઈસમઃ-
1⃣ લાલભાઇ જોરૂભાઇ ઘાખડા, રહે.વાવેરા, શિવ-મંદિર પાસે, તા.રાજુલા, જી.અમરેલી.

પકડાયેલ મુદ્દામાલ:

 ભારતીય બનાવટનાં ઈગ્લીશ દારૂની McDowell’s LUXURY RESERVE WHISKY કંપનીની રીંગ પેક કાચની બોટલ નંગ-૯, કિ.રૂા.૩,૧૫૦/-તથા એક હીરો કંપનીનુ સ્પ્લેન્ડર પ્લસ મો.સા. કિ.રૂા.૨૫,૦૦૦/- તથા એક સિલ્વર કલરનો ઓપો કંપનીનો એન્ડ્રોઇડ મોબાઇલ ફોન કિ.રૂા.૭,૦૦૦/- મળી કુલ કિ.રૂા.૩૫,૧૫૦/-નો પ્રોહી. મુદ્દામાલ કબ્જે કરેલ છે. મજકુર પકડાયેલ આરોપી વિરૂધ્‍ધ પ્રોહિબીશન ધારા તળે ધોરણસર કાર્યવાહી કરી, પકડાયેલ આરોપી તથા મુદ્દામાલ રાજુલા પોલીસ સ્‍ટેશનમાં સોંપી આપેલ છે.  

આમ, અમરેલી પોલીસ અધિક્ષકશ્રી નિર્લિપ્ત રાય સાહેબ, નાઓની સુચનાં અને માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી. પો.સ.ઈ.શ્રી એમ.એ.મોરી તથા એસ.ઓ.જી.ટીમને ભારતીય બનાવટના વિદેશી દારૂનાં જથ્થાના હેરા-ફેરી કરતા એક ઈસમને પકડી પાડવામાં સફળતા મળેલ છે.

Subhash Solanki

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

જાફરાબાદના યુવા અગ્રણી પ્રવિણભાઈ બારૈયાનીઅખિલ ભારતીય કોળી સમાજના પ્રદેશ મહામંત્રી તરીકે નિમણૂક/સમાજ દ્વારા અભિનંદનની વષાૅ.

Mon Jul 27 , 2020
Share this: CRIME: અમરેલી SOG ટીમે રાજુલાના વાવેરા ગામેથી 35 હજારના વિદેશી શરાબના જથ્થા સાથે એક શખ્સને ઝડપી પાડ્યો. અમરેલી,27/7/20 ANO ન્યુજ રાજુલા પો.સ્ટે.,વિસ્તારનાં વાવેરા ગામેથી ભારતીય બનાવટનાં વિદેશી દારૂની હેરા-ફેરી કરતા કુલ કિ.રૂા.૩૫,૧૫૦/- ના મુદ્દામાલ સાથે એક ઇસમને ઝડપી પાડતી અમરેલી એસ.ઓ.જી.ટીમ અમરેલી પોલીસ અધિક્ષકશ્રી નિર્લિપ્‍ત રાય સાહેબ* દ્વારા […]

Breaking News