CRIME:શ્રાવણીયો જુગાર રમતા 4 શખ્સો 47 હજારના મુદ્દામાલ સાથે ઝડપાયા/સા.કુંડલાના ભંમર ગામે રૂરલ પોલીસના લેડી સિંઘમ PSI ડોડીયા ટીમ સાથે ત્રાટક્યા.

Share this:

CRIME:શ્રાવણીયો જુગાર રમતા 4 શખ્સો ઝડપાયા/સા.કુંડલાના ભંમર ગામે રૂરલ પોલીસના લેડી સિંઘમ PSI ડોડીયા ટીમ સાથે ત્રાટક્યા.

અમરેલી,29/7/20
ANO ન્યુજ

સાવરકુંડલા તાલુકાના ભંમર ગામે જાહેરમાં જુગાર રમતા ચાર ઇસમોને રોકડ રકમ સહિત કુલ કિં.રૂ.૪૭,૯૫૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડતી સાવરકુંડલા રૂરલ પોલીસ.

અમરેલી પોલીસ અધિક્ષક શ્રી.નિર્લિપ્‍ત રાય સાહેબ નાઓએ જીલ્‍લામાંથી જુગારની બદીને દુર કરવા અને જુગાર રમતા ઇસમો ઉપર વોચ ગોઠવી, તેમના ઉપર સફળ રેઇડો કરવા જરૂરી સુચના કરેલ હોય જે અન્વયે શ્રી કે.જે.ચૌધરી સાહેબ નાયબ પોલીસ અધિક્ષક સાવરકુંડલા નાઓના માર્ગદર્શન અન્વયે તા.૨૯/૦૭/૨૦૨૦ ના સાવરકુંડલા તાલુકાના ભંમર ગામે જુનુ ગામ તળમા હરેશભાઇ દવેના ઘરની બાજુમા ખુલ્લી જગ્યામા જાહેરમા અમુક ઈસમો ગંજીપત્તાના પાના તથા પૈસાથી તીન પત્તીનો હારજીતનો જુગાર રમે છે તેવી બાતમી આધારે સાવરકુંડલા રૂરલ પો.સ્ટે.ના લેડી સિંઘમ PSI શ્રી. એ.પી.ડોડીયાનાઓએ પોલીસ સ્ટાફ સાથે બાતમી વાળી જગ્યાએ રેઇડ કરતા ચાર ઇસમો રોકડ રકમ અને જુગારના સાહિત્ય સાથે પકડી પાડેલ હોય જે તમામ સામે જુગારધારા મુજબ ધોરણસર કાર્યવાહી કરી કરેલ છે.

જુગાર રમતા રેઇડ દરમ્યાન પકડાયેલ ઇસમો
(૧) જનકારભાઇ ઉમીયાશંકરભાઇ દવે ઉ.વ. ૩૭, ધંધો. સેવાપુજા, રહે. ભંમર, તા. સાવરકુંડલા જી. અમરેલી
(૨) પ્રફુલકુમાર ભવાનીશંકર દવે ઉ.વ. ૬૦, ધંધો. સેવાપુજા, રહે. ભંમર, તા. સાવરકુંડલા જી. અમરેલી
(૩) રવિશંકર મગનલાલ જાની ઉ.વ. ૫૫, ધંધો. સેવાપુજા, રહે. મોટા જાદરા, તા. મહુવા જી. ભાવનગર
(૪) હરેશભાઇ ઉમીયાશંકરભાઇ દવે ઉ.વ. ૪૨, ધંધો. સેવાપુજા, રહે. ભંમર, તા. સાવરકુંડલા જી. અમરેલી

પકડાયેલ મુદામાલ:- રોકડ રૂપીયા મળી કુલ રૂપીયા ૩૪,૯૫૦/- તથા ગંજી પતાના પાના નંગ- ૫૨ તથા મોબાઇલ નંગ- ૦૪ કી.રૂ. ૧૩,૦૦૦/- મળી મુદ્દામાલ કુલ કી.રૂ. ૪૭,૯૫૦/-

આ કામગીરી લેડી સિંઘમ પોલીસ સબ ઇન્સ એ.પી.ડોડીયા સાહેબ તથા સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટાફ દ્રારા કરવામાં આવેલ છે.

Subhash Solanki

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

BREAKING:મે યુ ટચ ધ સ્કાય વિથ ગ્લૉરી/હેપી લેન્ડીંગ/ભારતીય સીમામા દાખલ થતા પાંચેય લડાકુ રાફેલનુ કરાયુ સ્વાગત.

Wed Jul 29 , 2020
Share this: CRIME:શ્રાવણીયો જુગાર રમતા 4 શખ્સો ઝડપાયા/સા.કુંડલાના ભંમર ગામે રૂરલ પોલીસના લેડી સિંઘમ PSI ડોડીયા ટીમ સાથે ત્રાટક્યા. અમરેલી,29/7/20 ANO ન્યુજ સાવરકુંડલા તાલુકાના ભંમર ગામે જાહેરમાં જુગાર રમતા ચાર ઇસમોને રોકડ રકમ સહિત કુલ કિં.રૂ.૪૭,૯૫૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડતી સાવરકુંડલા રૂરલ પોલીસ. અમરેલી પોલીસ અધિક્ષક શ્રી.નિર્લિપ્‍ત રાય સાહેબ […]

You May Like

Breaking News